HomeGujaratમોરબીના લાલપર નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ઈજા

મોરબીના લાલપર નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ઈજા

મોરબીના મકનસર ગામે રહેતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા નામનો યુવાન ગત તા.- 11/04/2025ના રોજ તેનું GJ-36-AH-0259 નંબરનું બાઈક લઇ મોરબી શક્તી ચેમ્બરથી સરતાનપર રોડ પર જતો હોય ત્યારે મોરબી લાલપર ગામના ગેટ સામે આવેલ કટમાથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાંકાનેર તરફ વળવા માટે બાઈક કટ પાસે ઉભુ રાખેલ તે વખતે વાંકાનેર તરફથી આવતા MH-23-AU-9399 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી વિનોદભાઈના બાઈકને પાછળ ઠોકર મારી કમરના ભાગે જમણી બાજુ ગોળાના ભાગે તથા ડાબા પગે પંજા ઉપર ઘુટીમા ફેકચર જેવી ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે વિનોદભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW