HomeGujaratમોરબીના એસપી રોડ નજીક ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક શખ્સ...

મોરબીના એસપી રોડ નજીક ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી એસ.પી. રોડ નજીક દરોડો પાડ્યો હતો. તાજેતરમાં રમાતી ક્રિકેટ મેચ TATA IPL ટી-20 માં SRH(સન રાઇઝ હૈદરાબાદ) અને PBKS(પંજાબ કિંગસ) ટીમો વચ્ચે ચાલતી ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતો નરેશભાઇ સવજીભાઇ વિડજા નામના શખ્સને રોકડ રૂ. 2000 તથા 01 મોબાઇલ ફોન મળી કુલ રૂ.- 7000ના મુદામાલ સાથે ઝડપી લઇ તેમજ ઇમરાન નામનો શખ્સ સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તે બને આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW