મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, એક GJ-36-B-727 નંબરની સ્વીફ્ટ કાર ઈંગ્લીશ દારૂ ભરી નવલખી રોડ થઇ મોરબી તરફ આવે છે તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમ નવલખી બાયપાસ ખાતે નેક્સેસ સિનેમા સામે વોચમાં હોય જે દરમિયાન સ્વીફ્ટ કાર ત્યાં આવીને કાર ચાલકે કાર યુ-ટર્ન મારી ભગાવી કુબેર ફાટક પાસે ચાલક કાર મૂકી નાશી ગયો હતો. પોલીસે તેનો પીછો કરતા ઘટના સ્થળેથી દારૂનો જથ્થો અને સ્વીફ્ટ કાર સહીત કુલ રૂ.- 3,53,756 નો મળેલ મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.