HomeGujaratમાળિયાના સુલતાનપુર ગામમાં મનરેગા અંતર્ગત પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટ્રાચાર અને નાણાકીય ઉચાપતના...

માળિયાના સુલતાનપુર ગામમાં મનરેગા અંતર્ગત પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટ્રાચાર અને નાણાકીય ઉચાપતના આક્ષેપ

માળિયા મિયાણા તાલુકાના સુલતાન પુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિશાલનગર વિસ્તારમાં હરેશભાઈના ઘરેથી મુન્નાઘરેથી પેવર બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે આ કામગીરી ગુણવતા વિહીન હોવાના ગામના એક આગેવાને દાવો કર્યો હતો વર્ષ ૨૦૨૨ -૨૩માં મનરેગા યોજના હેઠળ આ કામ મંજુર થયું હતું આં માટે જે તે સમયે મજુરી પેટે ૪૦ ૭૯૭,અને માલ સામાનના ૪,૧૮,૫૭૭ મળી કુલ ૪,૫૯,૩૭૪ ની મંજુરી મળી હતી જોકે આ કામ મુદે ગામના પીસીસી કામ કરવામાં આવ્યું ન હોવા છતાં તેની ચુકવણી કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે ગામના એક આગેવાને દાવો કર્યો હતો કે આ કામનું હજુ ક્મ્પીલીશન પણ થયું નથી કે ત્રીજા સ્ટેજનું જીઓ ટેગિંગ પણ કરવામાં આવ્યું નથી આથી આ કામગીરી મુદે યોગ્ય તાલુકા વિકાસ અધિકારી તેમજ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવવા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW