મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે તારીખ 11 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 9:15 કલાકે સંત નિવાસ શંકરાચાર્ય ભુવનનું ઉદઘાટન થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 11 એપ્રિલે રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર બિરજુ બારોટ, સાધ્વી જયશ્રી માતાજી, શ્રવણસિંહ સોઢા, દક્ષા પરમાર અને સંકલન મુકેશભાઈ સાધુ ભજનની રમઝટ બોલાવશે.
તારીખ 12 એપ્રિલને શનિવારે સવારે 7 કલાકે મંદિરના શિખપર પર ધજારોહણ થશે. સવારે 8 કલાકે હનુમાન યજ્ઞ યોજાશે. સવારે 9 કલાકે સુંદરકાંડના પાઠ થશે. સવારે 9 થી 12 વાગ્યા સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે. જેમાં ડો. શ્રદ્ધાનંદજી મહારાજ સેવા આપશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે 3 કલાકે વૈદ્ય લાલભાઈ ભીખાબાપા દ્વારા નિઃશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પમાં સેવા આપશે.
હનુમાન જયંતી મહોત્સવ પ્રસંગે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી, દ્વારકા શંકરાચાર્ય પીઠના નારાયણાનંદ બ્રહ્મચારીજી ઉપરાંત અનેક સંતો- મહંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં પધારવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.