મોરબી શહેરમાં કન્યા છાત્રાલય રોડ પર આવેલા અવધ સોસાયટીમાં રહેતી આધેડ વયની મહિલા અને તેની 19 વર્ષીય પુત્રીએ મચ્છુ 3 ડેમમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તેમજ 108 ની ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને માતા પુત્રીને બહાર કાઢી લેવાઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્વે જ પુત્રીનું મોત થયું હતું. જ્યારે મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.

