મોરબીના તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર-માળિયા હાઇવેની ગોલાઈ નજીક એક ઇસમ હથિયાર સાથે હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરી ત્યાંથી યુનીશભાઈ જુસબભાઈ સુમરા નામના શખ્સને દેશી હાથ બનાવટનો કટ્ટો રૂ.- 2000ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

