મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં R&B નું હળવદ રોડ અને મહેન્દ્રનગર ચોકડીથી કાલીન્દ્રી નદી સુધી રોડનું કામ ચાલુ છે, તેમાં હળવદ રોડ ઉપર સર્વિસ રોડ બનાવેલ છે, તે સર્વિસ રોડ નીચે ભૂગર્ભ ગટર આવેલ હોવાથી તે ભૂગર્ભ ગટર તૂટી ગયેલ હોવાથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર બહાર નીકળે છે અને મહેન્દ્રનગર થી કાલીન્દ્રી નદી સુધી ભૂગર્ભ ગટર હતી, તે પણ ભૂગર્ભ ગટર રોડના વરસાદના પાણીની નિકાલની ગટર નીચે આવી જતા તેપણ તૂટી ગયેલ હોવાથી તેનું પણ ગંદુ પાણી બહાર રોડ ઉપર આવે છે અને જયારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત હતી ત્યારે પંચાયતમાં ઠરાવ, એસ્ટીમેન્ટ પણ બની ગયેલ હોય અને અને કામ પણ ચાલુ કરવાનું હોવાથી પાઈપ પણ આવી ગયેલ હતા અને આજે પણ તે પાઈપ સાઈડ ઉપર પડેલ છે અને આ ભૂગર્ભ ગટર માં ઘણીબધી સોસાયટીના પાણીનું નિકાલ હોવાથી તે ભૂગર્ભ ગટર તૂટી ગયેલ હોવાથી ગંદુ પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે અને તારીખ:- 21/01/2025ના રોજ અરજી કરેલ છે. તેના ઇન્વેત નંબર -361 છે તો ભૂગર્ભ ગટરની સર્વે કરીને તાત્કાલિકના ધોરણે યોગ્ય પગલા લેવા વિનતી.
મહેન્દ્રનગરમાં R&Bનું હળવદ રોડ અને મહેન્દ્રનગર ચોકડી થી કાલીન્દ્રી નદી સુધી રોડ નું કામ ચાલુ છે તે રોડ અને વરસાદના પાણી ની ગટર (swC) બનાવેલ છે, તે મહેન્દ્રનગર ની સોસાયટી થી 2.5 થી 3.5 ફૂટ ઉચી હોવાથી મહેન્દ્રનગર ની ઘણીબધી સોસાયટી મિલી પાર્ક -1,2,3,4,5, સાનીદયપાર્ક, ધર્મમંગલ સોસાયટી-1,2,3 કલેકટર વારી સોસાયટી, આનંદ નગર, વાણીયાવારી સોસાયટી, જે વરસાદ ના પાણી નો નિકાલ હતો તે બંધ થઇ ગયેલ છે તો આબધી સોસાયટીમાં રહેવાસીને ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જાય તેવી પરીસ્થિતિ ઉભી થાઈ તેમ છે અને જુના રોડ સોસાયટીના શેરીના લેવલ માં હોવાથી પાણીનો નિકાલ થઈ જતો છતાં પણ સોસાયટી માંપાણી ભરાય જતું હતું, અને અત્યારે રોડ સોસાયટીના રોડના લેવલ થી 2.5 થી 3.5 ફૂટ ઉંચો હોવાથી સોસાયટીમાં પાણી અને ઘરમાં પાણી ભરાઈ જશે. જે બાબતે તાત્કાલિકના ધોરણે વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.