મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ભરતનગર ગામ નજીક અજાણ્યો બોલેરો પીકઅપ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી GJ-13-MM-8543 નંબરના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક મીતકુમાર માથોળીયાને પગમા અને બાઈક સવાર ફરિયાદના મિત્ર પુજનભાઇ દીલીપભાઇ રૂડાણી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડીયા હતા, સારવાર દરમ્યાન પુજનભાઇનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

