માળિયા-મિયાણા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે પોલીસ વોચમાં હોય તે દરમિયાન કચ્છ તરફથી GJ-39-CB-5430 નંબરની કિયા સેલટોસ કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 420 બોટલો કુલ રૂ.- 2,69,220નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી મહેશભાઈ દેવાભાઈ ખીટ અને બચુભાઈ ઉર્ફે હમીરભાઈ ગાંડાભાઈ ખીટને પોલીસે પકડી પાડ્યા હતા, આરોપીની પુછપરછ કરતા માલ આપનાર- દેવા બાવાજીનું સામે આવ્યું હતું. પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.