મોરબી નજીક લખધીરપુર રોડ પર આવેલા ફેમ સિરામિક નામની ફેકટરીમાંથી એક સગીરાનું ગત તા ૨ ફેબ્રુઆરી ના રોજ અપહરણ થયું હતું જે અંગે સગીરાના પરિવાર જનોએ તાલુકા પોલીસ મથકમાં સાહુલ ઉર્ફે સાહિલ દાયરામ લોદી નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઇ ગયો હતો જે અંગેની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એસ કે ચારેલ તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ સેલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી આરોપી સુરતમાં હોવાની માહિતી મેળવી હતી જે બાદ સુરત પોલીસની મદદથી મોરબી તાલુકા પોલીસે સુરતના પાંડેસરા હાઉસિંગ બોર્ડની ઉમિયા રેસીડન્સી ખાતેથી ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી