હળવદના કેદારીયા ગામે રહેતા અરવિંદભાઈ કાનજીભાઈ પરોંઢાએ હળવદ પોલીસ મથકમાં આરોપી MH14-FX-1925 નંબરના કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, કેદારીયા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડ પાસે MH-14-FX-1925 નંબરના કાર ચાલકે કાર પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીયાદિના મોટાભાઇ રસીકભાઇ કાનજીભાઇ પરોઢાનું GJ-13-HH-6166 નંબરના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રસીકભાઇને માથામા પગમા તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.