મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે શનાળા રોડ ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રેડ કરી હતી. જ્યાં આરોપી મનોજભાઇ કિશોરભાઇ ખારેચાએ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- 66 કિં રૂ.- 24,366 ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ દિગુભા જાડેજા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.