મોરબીના પંચાસર રોડ પર ગીતામીલ સામે ન્યુ જનક સોસાયટીમાં રહેતા ઇરફાન મોહમદભાઈ પરમારએ આરોપી સીકંદર, લાલો, વિશાલ કોળી, રેનીશ પાયક અને અકરમ શાહમદાર વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ સાથે અગાઉ ઈરફાનના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે થયેલ અદાવતનો ખાર રાખી આરોપીઓ અલગ-અલગ બાઈક લઈને આવી ફરીયાદીને પોતાના કૌટુબિક ભાઈ શાહરૂખ વિશે પુછતા બોલાચાલી થયેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદીને જબરદસ્તી તેના બાઈક પર બેસાડી આરોપી લાલાની દુકાન પાસે લઈ જઈ આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે મારમારી તથા છરી વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ઇરફાન પરમારની ફરિયાદ આધારે પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.