HomeGujaratમાતાજીના માંડવામાં જતા વેજલપરના બે મિત્રોના બાઈક આડે ભુંડ ઉતરતા બાઈક સ્લીપ...

માતાજીના માંડવામાં જતા વેજલપરના બે મિત્રોના બાઈક આડે ભુંડ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા એકનું મોત

માળિયાના વેજલપર ગામે રહેતા ગણપતભાઇ નરશીભાઇ જીંઝુવાડીયા અને તેના મિત્ર સુરેશભાઇ રમેશભાઇ ઇન્દરીયા સાથે તેનું GJ-36-AN-3083 નંબર બાઈક લઈ દિઘડીયા ગામે માંડવામાં જવા નિકળેલ ત્યારે બાઈક ગણપતભાઇ જીંઝુવાડીયા ચલાવતા હોય અને સાહેદ પાછળની સીટમાં બેસેલ હતા. ત્યારે ટીકર નજીક લખીયાસર તળાવ પાસે આવેલ નાળા પાસે પહોંચતા રોડ ઉપર ઓચીંતાનું ભુંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા સાહેદને ડાબા પગમા સાથળના ભાગે ઇજા પહોચી હતી અને ગણપતભાઇએ માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW