HomeGujaratમાળિયામાં વધુ એક ડીઝલ ચોરીનું કૌભાડ પકડાયું, જસાપરના બે શખ્સ સહીત 4ની...

માળિયામાં વધુ એક ડીઝલ ચોરીનું કૌભાડ પકડાયું, જસાપરના બે શખ્સ સહીત 4ની ધરપકડ 

માળીયા મીયાણાના જસાપર ગામની સીમમાં એક ટેન્કર માંથી તેનો ચાલક અને ક્લીનર જસાપર ગામના બે શખ્સો સાથે ડીઝલની ચોરી કરવાની પહેરવીમાં હોવાની માળીયા મીયાણા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે માળિયા પોલીસ મથકના પીઆઇ આરસી ગોહિલ અને તેમની ટીમ જશાપર ગામે પહોંચી હતી અને ખરાવડ વિસ્તારમાં તપાસ કરતાં ટ્રકનો ચાલક પ્રવેશસિંગ કાલિદાસ સિંગ, ક્લીનર અમિતસિંગ ગોવિંદસિંગીરાજપુત તેમજ જસાપર ગામનો શખ્સ ધીરુ લક્ષ્મણ કાનગડ તેનો સાથી વશરામ રવજી ખડોલા સહિતના ડીઝલ ચોરી કરતા પકડાઈ જતા હતા. પોલીસે સ્થળ પરથી જીજે 12 બીવી 7662 નંબર નો ટ્રક,  14.74 લાખની કિંમતનો 29 હજાર લીટર ડિઝલ, લોખંડ કાપવાનું ગ્લાઇનડર, ખાલી બેરલ તાર અને ડીસમિસ સહીત 44.76 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW