ટંકારા છતર ગામે રહેતા વિભાભાઇ રામાભાઈ ટોળિયા નામના આધેડ ગત તા.- 21/03ના રોજ રાજકોટ-મોરબી નેશનલ હાઇવે છતર ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વશીલા હોટલે ખુરશી ઉપર બેઠા હોય તે દરમિયાન અચાનક હાર્ડ એટેક આવ્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.