મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, મોરબીના લીલાપર રોડ ખાતે તૂટેલા નાલા પાસે વોકળાને કાંઠે આરોપી રણજીતભાઇ નાગજીભાઇ દેગામા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાનો 50 લીટર ઠંડો આથો, 100લીટર દેશી દારૂ, પતરાના બેરલ નંગ-2, ગેસના સિલિન્ડર નંગ-2, ચૂલા નંગ-2 એમ કુલ મળી રૂ.- 27,100ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા તથા આરોપી મહેન્દ્રભાઈ ગોરધનભાઇ પરમારને ઝડપી લઇ તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનાની નોંધ કરી છે.