મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી એક છાત્રાનો મોરબીમાં રહેતો મેહુલ જીલરીયા નામનો શખ્સ વારંવાર પીછો કરતો હોય અને શોશ્યલ મીડિયા ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી તેમજ અવાર નવાર ફોન નંબર માગી હેરાન કરતો હોય જોકે આ અંગે પરિવાર ને જાણ કરતા તેઓએ આવા તત્વો સામે ધ્યાન ન આપવા જણાવતા યુવતી જતું કર્યું હતું જોકે ગત રાત્રીના યુવતી તેના માસી સાથે જી આઈ ડીસી વિસ્તારમાં વોકિંગમાં જતી હતી તે દરમિયાન આ શખ્સે ફરી પીછો કરતો જેથી તેને ઉભો રાખી પીછો કેમ કરે છે તેમ પૂછતાં તે બહાના બતાવવા લગતા આસપાસ ના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને પોલીસ મથકે પહોચ્યા હતા અને અડધી રાતે આરોપીને પકડી કડક એક્શન લેવાની માંગણી કરતા પોલીસે યુવતીની ફરિયાદ લીધી હતી અને મેહુલ જીલરીયાની ધરપકડ કરી હતી આરોપીને પોલીસ મથકે લાવતા નશાની હાલતમાં હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ વધુ એક ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.