મોરબી એસ.ઓ.જી. પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, મચ્છુ-2 ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ હાલ એક દેશી જામગરી બંદુક સાથે હોવાની બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યાએ જઇ વોચ કરતા તે સ્થળેથી ગેરકાયદેસર જામગરી બંદુક નંગ -01 રૂ. 2,000ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા રહે. ભડીયાદ કાંટા પાસે મોરબીવાળાની અટક કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.