HomeGujaratમાળિયાના વવાણીયા ગામે મૈયતમાં જવા મુદે મહિલાને ચાર શખ્સોએ માર માર્યો

માળિયાના વવાણીયા ગામે મૈયતમાં જવા મુદે મહિલાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા અને મૂળ માળીયાના વવાણીયા ગામે રહેતા અમીનાબેન દાઉદભાઈ બુચડએ આરોપી જાકુબ નુરમામદભાઇ ભટ્ટી, સલીમ નુરમામદભાઇ ભટ્ટી, રફીક નુરમામદભાઇ ભટ્ટી અને સબ્બીર જુસુબભાઇ ભટ્ટી રહે. બધા વવણીયા ગામ તા. માળીયા(મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપીઓ સાથે બોલાચાલીનો સબંધ ન હોય અને આરોપીઓના સબંધીમાં મૈયત થતા ફરીયાદી સમાજની રૂએ ગત તા.- 19/03/ 2025ના રોજ માળિયાના વવાણીયા ગામે મૈયતમાં ગયા હતા. જે આરોપીઓને સારૂ નહીં લાગતા આરોપીઓ ભેગા મળી ફરીયાદી સાથે ગમે તેમ બોલાચાલી કરી ફરીયાદીને ઝાપટ મારી ધક્કો મારતા ફરીયાદી નિચે પડતા માથાના ભાગે ઇજા થયેલ તેમજ આરોપીઓએ ફરીયાદીને ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો. આ બનાવ અંગે અમીનાબેનની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW