મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રીજ નજીક GJ-39-T-1334 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી GJ-36-AF-0684 નંબરની ઇકો કારને પાછળના ઠાઠાના ભાગે ભટકાળી અકસ્માત કરતા વિનોદકુમાર, સંજુસિઘ ઠાકુર, ઉમેશ યાદવ અને શીવઅવરતા વર્માને ઇજા પહોચાડી અને જેમા શીવઅવતાર મંગીયાભાઇ વર્માને શરીરે ગંભીર ઇજા પહોચી હતી, જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઇકો કાર ચાલકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.