મોરબીના પીપળી ગામની સામે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ દેવશીભાઇ ટુડીયાએ આરોપી લાલાભાઈ મેવાળા, રાકેશ આહીર અને રાજકુમાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ આરોપીએ લાલાભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું GJ-03-ED-5769 નંબરનું બાઈક રીપેરીંગ કરાવેલ હોય જેનું બીલ રૂ. 10,000 થયેલ હોય અને ફરિયાદીએ રૂ. 3000 આપેલ હોય બાકીના રૂ. 7000ની ફરિયાદી પાસે સગવડ ન હોય અને આરોપી અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતો હોય જે બાદ ગત તા.- 16/03/2025ના રોજ આરોપીઓ ફરિયાદિના ઘર પાસે ગયેલ અને ફરિયાદીને બહાર બોલાવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બે દિવસ પછી આપી દેવાનું કહેતા આરોપીઓ એ યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવકની ફરિયાદ આધારે પોલીસે તમામ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ કલમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.