મોરબીના લાતી પ્લોટમાં આવેલ ક્લોક પાર્ટસમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની વિકાસ રામમિલન સરોજ ઉવ.29 ગઈકાલના રોજ રહેણાંકે સુતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ થતા તેઓ બેભાન થઈ ગયેલા હોય જે બાદ તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી વિકાસભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.