મોરબીના કૃષ્ણનગર રડો પર આવેલા ગ્રિસર્ટ સિરામિકમાં સફાઈ કામ કરતા મૂળ રાજકોટ વતની અજય જેન્તીભાઈ લઢેર નામના યુવકને ગત તા 15 ના રોજ ફેક્ટરીના મેનેજર દ્વારા પાસે આવેલા એડીકોન સિરામિક ના કમ્પાઉન્ડમાં આવેલી સેફટી ટેન્કની સફાઈ કરવા માટે મોકલ્યો હતો જે દરમિયાન જોકે આ માટે કંપની દ્વારા કોઈ પણ સુરક્ષાને લગતા સાધનો જેમાં માસ્ક,ગ્લોઝ, કે સેફટી સૂઝ આપવામાં આવ્યા ન હતા. સફાઈ દરમિયાન યુવકને ગેસ ગળતર થતા અજય બેભાન થઇ ત્યાં ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા તેનું મોત થયું હતું બનાવ અંગેની જાણ તેના પરિજનોને કરતા તેઓ મોરબી આવી પહોચ્યા હતા અને મૃતદેહ સિવિલ હોસ્પિટલથી ઘરે લઇ જઈ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ગત રાત્રીના મોરબી તાલુકા પોલીસ મથકે આવી પહોચ્યા હતા અને ફેકટરીના સંચાલકો સામે ગંભીર બેદરકારી દાખવી સુરક્ષા સાધનો વિના તેને ટેન્કમાં ઉતારવામાં આવતા તેની ઝેરી અસરથી મોત થવાના આક્ષેપ કર્યા હતા અને આ મુદે તેઓએ તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી અને ફેક્ટરી સંચાલક દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલંઘન્ન કરવાનો આક્ષેપ કરી જવાબદાર લોકો સામે ફરિયાદ નોધવામાં આવે તેવી રજૂઆત કરી હતી