મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે,મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનીસીંગ રહે.લોહર પશ્ચિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો હાલ કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત પોલીસ તે જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુતને નાની ચિરઈ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ ને.હા.રોડ ક્રિષ્ના આઇ માતા હોટલ સામેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરી છે.