HomeGujaratમોરબી જીલ્લા પોલીસ દ્વારા હાઇવે પર ભારે વાહન વિરુદ્ધ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ,...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા હાઇવે પર ભારે વાહન વિરુદ્ધ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ, રૂ. 38,600નો દંડ વસૂલ કરાયો

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગઈકાલના રોજ ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક મેગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઈવમાં કુલ- 35 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. નંબર પ્લોટ વગરના વાહન ચાલકો સામે કુલ 13 કેસો કરવામાં આવ્યા હતા. વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલખી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ- 09 કેસો કરવામાં આવ્યા હતા. લાયસન્સ ન હોય તેવા વાદન ચાલકો સામે કુલ- 16 કેસો કરવામાં આવ્યા હતા. રોંગ સાઇડ વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ- 03 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ- 08 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. વાહન મેકિંગ ડ્રાઈવ દરમ્યાન એમવી એકટ 207 મુજબના 07 વાહન ડીટેઇન કરવામાં આવેલ હતા. આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ રૂ.- 38,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW