હાલ કચ્છના ગાંધીધામમાં ઇન્દિરાનગર ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની વિશાલભાઈ ઇકમભાઈ રાવતે GJ-12-BW-2992ના ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક માળીયા- હળવદ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નવા ધનાળા ગામના પાટીયા નજીક આગળ ખરાબ થઇ બંધ પડેલ ફરીયાદિના લાકડા ભરેલ GJ-12-BX-7525 નંબરના ટ્રક ટ્રેઇલર પાછળ GJ-12-BW-2992 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર અથડાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બંધ પડેલા ટ્રક ટ્રેઇલર ચાલક વિશાલકુમાર ઇંકમભાઈ રાવતને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલકનું મોત નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

