મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભા ખંડમાં આજે બજેટ લક્ષી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.આ સામાન્ય સભામાં અલગ એજેન્ડા રજુ કરવામાં આવ્યા હતા જેમાં ગત સામાન્ય સભા તેમાં લેવાયેલા ઠરાવ અને નિર્ણયને બહાલી આપવામાં આવી હતી તો ડીડીઓ દ્વારા તેના અધિકારની અઐચ્છિક ગ્રાન્ટમાંથી 54 દિવ્યાંગ માટે વ્હીલચેર ખરીદવા, યુપીએસસી પરીક્ષા આપવા ઈચ્છુંક ઉમેદવારને સહાય માટે છાત્ર દીઠ 15 હાજર એમ 50 છાત્રો માટે રૂ 3,25,000 ને મંજુરી આપવમાં આવી હતી તો જિલ્લા પંચાયત પ્રમુખે તેના ગ્રાન્ટ માંથી આંગણવાડી રીનોવેશન માટે રૂ 13.16 લાખના ખર્ચને મંજુરી આપી હતી

હિસાબી શાખા દ્વારા વર્ષ 2024-25ના વર્ષનું સુધારેલું બજેટ તેમજ વર્ષ 2025-26 ના વર્ષનું વાર્ષિક બજેટ રજુ કર્યું હતું આ બજેટમાં સામાન્ય ખર્ચ માટે 1.70 કરોડ , પંચાયત અને વિકાસ કામ માટે 10.80 કરોડ, શિક્ષણ વિભાગ માટે 2.30 કરોડ,આરોગ્ય વિભાગ માં 1.03 કરોડ, આઈસી ડી એસ માટે 30 લાખ, ખેતીવાડી માં 21.10 લાખ, પશુપાલન માટે 10 લાખ, સમાજ કલ્યાણ શાખામાં 1 કરોડ 10 લાખ,આંકડા શાખા માટે 1.50 લાખ,કુદરતી આફતો માટે 91 લાખ જેમાં 80 લાખ પુર નિયંત્રણ ભંડોળની સિંચાઈ માટે 51 લાખ અને બાંધકામ માટે 4.06 કરોડ, અને પ્રકીર્ણ યોજના માટે 96.80 લાખની જોગવાઈ કરવામાં આવી છે આ વર્ષના બજેટનું કુલ કદ 24.કરોડ 2 લાખનું છે જે ગત વર્ષ કરતા 1 કરોડ 94 લાખ રૂપિયા વધુ છે.

જિલ્લા પંચાયતે બજેટમાં નવી જોગવાઈ કરી
શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા મારફત ઉતમ પ્રદર્શન કરનાર 6 ગ્રામ પંચાયતને પ્રોત્સાહન ગ્રાન્ટ ફાળવવા , જવાહર નવોદય વિદ્યાલયના 12 માં ધોરણ માં સારું પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાના છાત્રોને ઇનામ અને ટ્રોફી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા જેવી આઈ આઈ ટી,એન આઈ ટી, એન આઈ ડી માં પ્રવેશ મેળવનાર છાત્રો માટે પ્રોત્સાહક ઇનામ પ્રાથમિક શાળાઓના છાત્રોમાં ચિત્ર કળા યોગ કળા, રમત ગમત કસરત જેવી પ્રવૃત્તિ વધે તે માટે ટ્રોફી અને ઇનામ આપવા,આયુર્વેદિક ઔષધવન બનાવવા, સગર્ભા માતા ને પોષણ યુકત ખોરાક આપવા ખાસ જોગવાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબી માટે સારવાર મશીન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી સંલગ્ન કામગીરી કરતા કર્મચારી ને પ્રોત્સાહક રકમની જોગવાઈ,પ્રાકૃતિક ખેત પ્રશિક્ષણ માટે તાલીમ વર્ગ યોજવા,પશુ પાલન કરતા પશુ પાલકો માટે પ્રશિક્ષણ શિબિર યોજવા જોગવાઈ કરવામાં આવી છે

