હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે માથક ગામ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં એક આઇ-20 કાર તથા ઇક્કો કાર શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ કુલ 12 કેરબાઓમાં 400 લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલનો જથ્થો કુલ કિ.રૂ- 5,36,000ના મુદામાલ સાથે આરોપી વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર, અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે. જી.ખેડા અને કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે. ગામ માથક તા.હળવદને પકડી પાડી આ પાંચેય ઇસમોની પુછપરછ કરતા કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબીના લગધીરપુર રોડ તથા વાંકાનેરના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનું કબુલ કર્યું હતું. આ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


