HomeGujaratમોરબીની એલ ઈ કોલેજમાં છાત્રો વચ્ચે ગુજરાતની સાંસ્કૃતિક વારસા અંગે વક્તૃત્વ સ્પર્ધા...

મોરબીની એલ ઈ કોલેજમાં છાત્રો વચ્ચે ગુજરાતની સાંસ્કૃતિક વારસા અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

 મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં “ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫” યોજવામાં આવી જેમાં કુલ ૮૮ થી વધુ સ્પર્ધકોએ  ભાગ લીધો હતો. આ વકૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો. આર. એન. રાઠોડ, ડો. કે. બી. વાઘેલા  એન.એસ.એસ.યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધારવામાં આવ્યો. સાથોસાથ સ્પર્ધાના નિયમો,વિષયો, સમયમર્યાદા વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી. ડો.જે.બી.ભેડા.અને પ્રોફે. ડી. કે. અણઝારીયા. એ ઈવેન્ટ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવેલ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં રાજ્ય અને દેશની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સ્પર્ધા નુ મહત્વ સમજાવેલ. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમના ભાષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક આપે એવી આશા સાથે સંસ્થાના આચાર્ય ડો. આર.કે.મેવાડા  ભાગ લેનાર સ્પર્ધકો ને સુવિચાર સાથે પારિતોષિક આપી સન્માનિત કર્યા હતા. અંતે રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો. આર. એન. રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને સંપૂર્ણ એન. એસ. એસ. યુનિટે જહેમત ઉઠાવેલ હતી.




RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,500SubscribersSubscribe

TRENDING NOW