HomeGujaratમાળિયાના ખાખરેચીમા પરણીતાના આપઘાત કેસમાં પતિ દોષિત સાબિત કોર્ટે ફટકારી 5 વર્ષને...

માળિયાના ખાખરેચીમા પરણીતાના આપઘાત કેસમાં પતિ દોષિત સાબિત કોર્ટે ફટકારી 5 વર્ષને કેદ

માળિયા મિયાણા તાલુકાના રોહીશાળા ગામમાં રહેતા સવિતાબેન વીરજીભાઈ કાલરીયાની દીકરી પુષ્પાના લગ્ન ખાખરેચી ગામમાં જયેશભાઈ ચંદુભાઈ પારેજીયા સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે મનદુઃખ થતા પુષ્પાબેન પિયર જતા રહ્યા હતા જોકે પુષ્પાબેનના ભાઈના લગ્ન જયેશભાઈના બહેન સાથે થયા હોવાથી બન્નેસંબંધ સચવાઈ એટલે પુષ્પાબેનને પરત મોકલ્યા હતા જોકે થોડા દિવસ બાદ પુષ્પાબેને પોતાના સાસરિયામાં અગ્નિ સ્નાન કરી લીધો હતો આ ઘટન બાદ મૃતક ના માતા સવિતાબેને પુસ્પા બેનના પતિ જયેશભાઈ ચંદુભાઈ પારેજીયા સાસુ લલીતાબેન ચંદુભાઈ તેમજ સસરા ચંદુભાઈ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં આરોપીઓ દ્વારા પુષ્પાને વાંરવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારી ખોટા વહેમ કરી પરીવાર પાસે રૂપિયા લાવવાનું કહી ધમકી આપતા તેની પુત્રી આપઘાત માટે મંજ્બુર બની હતી માળિયા મિયાણા પોલીસની ટીમે જે તે સમયે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ સેસન્સ કોર્ટમાં તબદીલ થયા હતા

સરકારી વકીલ સંજય સી દવે રજૂઆત કરેલ દલીલ અને પોલીસે રજુ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષીઓના નિવેદન આધારે કોર્ટે જ્યેશ ચંદુભાઈ પારેજીયાને ગુનેગાર સાબિત કર્યા હતા અને તેના આધારે 5 વર્ષની કેદ અને 21 000 નો દંડ ફટકાર્યો હતો. જયારે આ કેસમાં સાસુ લલીતાબેન અને સસરા ચંદુભાઈ પારેજીયાને પુરાવા ના અભાવે નિર્દોષ છોડી મુકવા સ્પેશ્યલ પોક્સો તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ કમલ રસિક પંડ્યા એ હુકમ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW