HomeGujaratમોરબીમાં બહેન સાથે છુટા છેડા થઇ જતા સાળાએ બનેવીને છરીના ઘા ઝીકી...

મોરબીમાં બહેન સાથે છુટા છેડા થઇ જતા સાળાએ બનેવીને છરીના ઘા ઝીકી દીધા, હાલત ગંભીર

મોરબી શહેરના વીશીપરા વિસ્તારના મદીના સોસાયટીમાં રહેતા હુશેન ઉર્ફે ઇમરાન મયુદીનભાઇ કટીયાના ભાઈ અજરુદ્દીન મયુદીન કટીયાના તેની પત્ની યાશ્મીન સાથે ત્રણ મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડા થઇ ગયા હતા જે વાતનું મનદુઃખ રાખી અજરૂ દિનના સાળા અલી હુશેન ભટ્ટીએ બે દિવસ પહેલા મોરબીના અયોધ્યા પુરી મેઇન રોડ ઉપર, કોહીનુર પાનની બાજુમા આવેલ લકી હેર સલૂન પાસે આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા બનાવમાં અજરુંદિનને ગંભીર ઈજા પહોચતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પેટના ભાગે ગંભીર ઈજા પહોચી હોવાથી આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી હતી બનાવ અંગે ઈજાગ્રસ્ત અજરુંદીનના ભાઈ હુશેન ઉર્ફે ઇમરાન મયુદીનભાઇ કટીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW