વાંકાનેર સીટી પોલીસ જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે ખાતે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન મોરબી તરફથી એક બાઈક પુરઝડપે આવતા તેને અટકાવી બાઈકના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા બાઈક ચાલકની સઘન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાંથી બાઈક ચોરી કરી હોવાનું આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયાએ કબુલ તેમજ અન્ય એક વાંકાનેર સોમાણી સેનેટરીમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા પોલીસે આ મુદામાલને કબજે કરી આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ કામડીયાને પકડી પાડી તેની સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

