HomeGujaratમોરબી નજીક માટી ભરેલા ટ્રકમાંથીરૂ 5.14 લાખનો દારૂ-બીયરનો જથ્થો મળ્યો,ટ્રક ચાલકની ધરપકડ

મોરબી નજીક માટી ભરેલા ટ્રકમાંથીરૂ 5.14 લાખનો દારૂ-બીયરનો જથ્થો મળ્યો,ટ્રક ચાલકની ધરપકડ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રકમાં માટીની આડમાં ગેર કાયદે દારૂ બિયરની હેરાફ્રી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે પોલીસે મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલા માનસર સોસાયટી નજીક પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન આર જે 09 જીસી 3141 નંબર નો ટ્રક આવી પહોચ્યો હતો અને તેને અટકાવી તેની તલાસી લેતા માટીની બોરી પાછળ 828 બોટલ વિદેશી બ્રાન્ડની દારૂ,તેમજ 312 ટીન બીયર મળી કુલ રૂ 5.14 લાખનો દારૂ બીયર નો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે ટ્રક ચાલક શ્રવણસિંગ કિશનસિંગ રાવતને ઝડપી લીધો હતો બાદમાં પોલીસે સ્થળ પરથી દારૂ બીયર મોબાઈલ અને ટ્રક મળી કુલ 15.24 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW