HomeGujaratમોરબીમાં ફરવા લાયક સ્થળ પર હીંચકા, બાંકડા સહિતના સાધનો મુકવા માંગ

મોરબીમાં ફરવા લાયક સ્થળ પર હીંચકા, બાંકડા સહિતના સાધનો મુકવા માંગ

મોરબીમાં હાલ મહાનગરપાલીકા બની પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ તો જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારી અને કમીશનરને જાણ નથી કે, મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે. જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ રાણીબાગ, મણીમંદીર, અને સમાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ વગેરે શું ? મોરબી માં મહાનગર પાલીકા વિસ્તારમાં આવતા નથી ? તો તેમાં ગ્રાન્ટ ફાળવવામાં કેમ ચુક થઇ શુ? આ બાગ-બગીચામાં ગ્રાન્ટ દેવા માટે સરકાર પાસે પુરતા નાણા નથી કે પછી તંત્ર ને આ બાગ-બગીચા ધ્યાનમાં નથી.

મોરબીના ધારાસભ્ય કાન્તીલાલ અમૃતીયાને મોરબીના જાગૃત સામાજીક કાર્યકરો અને મોરબીની જનતાની માંગ છે કે, આ પણ બાગ-બગીચામાં તાત્કાલીક ગ્રાન્ટ ફાળવે અને બાગ-બગીચાનો વિકાસ કરે ત્યાં બાળકો માટે લફસીયા, હીંચકા તથા બાકડા જેમાં રાજાશાહી વખતનું જે પીકનીક સેન્ટર છે તે પણ હાલ ખંઢેર હાલતમાં છે. જો તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને પણ ફરવાનુ એક સ્થળ મળે ત્યાં પણ બાળકો માટે અગાઉ પણ રમત-ગમત ના સાધનો હતા તે પણ ફરીથી વિકસાવવા માટે મોરબીના સામાજીક કાર્યકરો અને મોરબી ની સામાકાંઠા વીસ્તારની જનતાની માંગ છે અને મોરબી મહાનગર પાલીકાને અને મોરબીના ધારાસભ્ય તથા કમીશ્નર, કલેકટરને અન્ય પણ એક રજુઆત છે. જેમાં મોરબીના મચુર પુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મુકો અને અન્ય સ્થળે પણ બાકળાની સુવીધા કરી આપવા મોરબીના સામાજીક કાર્યકરો અને મોરબીની જનતાની માંગ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW