મોરબીના નીચી માંડલ ગામે આવેલ નોંકેન રીટ્રીફાઇડ સીરામીકના લેબર કવાર્ટસમાં રહેતા અંશુકુમાર રામાનંદન પ્રજાપતિએ ગઈકાલના રોજ નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

