HomeGujaratનેકનામ કન્યા શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉસાહભેર ઉજવણી કરાઈ

નેકનામ કન્યા શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉસાહભેર ઉજવણી કરાઈ

ટંકારા તાલુકા નેકનામ કન્યા શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન વિષયને લગતા પ્રયોગો પુસ્તકો ઔષધીઓ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રારંભ શાળાના શિક્ષકો દ્વારા રંગ બદલતા પ્રયોગો થકી કર્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ છ થી આઠ ના છત્રોએ ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકારના 30 જેટલા વિજ્ઞાનના પ્રયોગો રજુ કર્યા હતા.

આ ઉપરાંત શાળાના વિજ્ઞાન વિષયને લગતા પુસ્તકો શાળાને ઔષધીઓ અંગેનું માર્ગદર્શન આપતા પ્રદર્શન ક્ષેત્રફળ અને પરિમિત્તે શોધવાની હરીફાઈ તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 30 પ્રદેશન પૈકી ધોરણ 8 ની બામણિયા નીલમ લક્ષ્મણભાઇ, બામણિયા જ્યોતિ લક્ષ્મણભાઇ અને વડોલીયા ઇશિતા દિલીપભાઈ નુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય છાત્રોને પણ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા રિદ્ધિબેન પટેલ અને તમન્નાબેન પટેલે અન્ય વિષય શિક્ષકોની મદદથી કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW