મોરબી શહેર અને આસપાસ વિસ્તાર ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા ડીઆઇજી અશોક કુમાર યાદવ તથા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના આધારે Dy.SP વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એચ.એ.જાડેજા અને પોલીસ સ્ટાફના માણસો કામગીરી કરવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વાંકાનેર જીનપરા જકાતનાકા ખાતે વાહન ચેકીંગમા હોઇ દરમ્યામ નંબર પ્લેટ વગરના મો.સા સાથે એક શખ્સને રોકી બાઈકના ચેસીસ નંબર પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરતા બાઇક ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ શખ્સની પુછ્પરછ કરતા તેનું નામ અલ્પેશ રમેશ ભાઈ બોહુકીયો હોવાનું અને આ બાઇક મોરબી નવલખી ઓવર બ્રીજ નીચેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

