HomeGujaratમોરબી-માળિયા હાઇવે પર બહાદુરગઢ ગામના પાટીયા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા...

મોરબી-માળિયા હાઇવે પર બહાદુરગઢ ગામના પાટીયા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેરેપંજાબ હોટલ નજીકથી અમુભાઇ જેસંગભાઇ ધ્રાંગા તેનું GJ-03-CF-8203 નંબરનું બાઈક લઇ પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન GJ-12-AW-9504 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી નેશ્નલ હાઇવે રોડ ક્રોસ કરતી વખતે અમુભાઈના બાઈકને ઠોકર મારતા અમુભાઇને માથામાં તથા જમણા પડખામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW