માળિયા મિયાણા નગર પાલિકા વિસ્તાર વર્ષોથી અનેક વિસ્તારોમાં રોડ રસ્તા સિવિલ હોસ્પીટલ સહિતની અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ બાબતે અનેક વખત અલગ અલગ સામજિક અને રાજકીય આગેવાનોએ રજૂઆત કરવા છતાં માળિયા શહેર અને આસપાસ માં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી ત્યારે માળિયા મિયાણા ના સામજિક કાર્યકર ઝુલ્ફીકાર યુ સંઘવાની ગામમાં બસ સ્ટેશન ન નવ નિર્માણ,ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા નું કેન્દ્ર ફાળવવા, માળિયા ની રેફરલ હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડવા, સ્ટાફ ક્વાર્ટર નું નવ નિર્માણ કરવા ઉપરાંત નવી મામલતદાર કચેરી નિર્માણ કરવા,અને રેલવે સ્ટેશન પર અલગ અલગ ટ્રેન નું સ્ટોપ આપવા સહિતની માગણી સાથે આજથી આમરણાત ઉપવાસ શરૂ કર્યા છે.

