માળીયા મીયાણા પોલીસ ટીમેં અગાઉથી મળેલી બાતમીના આધારે અંજીયાસર વિસ્તાર સમીર હનીફ મોવરની દેશી દારૂ ઉતારવા ની જગ્યાએથી 350 લીટર દેશી દારૂ,4000 લિટર દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ.- 1,70,000નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સમીર મોવર અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું હતું

