રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની રાજ્યભરમાં ડ્રગ્સ અને અન્ય નશાયુકત પદાર્થોના વેચાણ અને સેવન પર અંકુશ લાવવાના આદેશ ને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપીના માર્ગદર્શનમાં ટીમ દ્વારા દ્વારા અલગ અલગ સ્થળે કડક કાર્યવાહી કરી રહી છે અને તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં નાઈજી રીયન ગેરકાયદે ડ્રગ્સ હેરાફેરી સાથે સંકળાયેલ હોવાની બાતમી મળતા તેના ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને એક નાઈઝીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમ રહે.મીરા રોડ, કાશી મીરા, મુંબઈ વાળીને પકડી પાડી હતી અને તેની તલાસી લેતા તેની પાસેથી એક કરોડ 49 લાખની કિમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી સ્ટેટ મોનીટરીંગ ssel દ્વારા તેની ધરપકડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાર્યવાહી કરી હતી તેમજ આજે તેની વધુ તપાસ માટે નવસારી કોર્ટ માંથી 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતા.