મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણીએ આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ ખખ્ખર રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપીએ ઉંચા વ્યાજે રૂપિયા 15 લાખ નાણા આપેલ હોય જે ફરીયાદીએ આરોપીને વ્યાજ પેટે રૂ. 18,52,800 ચૂકવી દિધેલ હોવા છતાં વધુ રૂ.- 10 લાખની વ્યાજની માંગણી કરી હતી અને બળજબરી પૂર્વક આરોપીએ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

