મોરબીના ખરેડા ગામે રહેતા કીરીટભાઇ બાબુભાઈ થરેસા નામના યુવકે ગત તા.- 12/02/2025ના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે યુવકના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.