મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ખાખરાળા ગામના સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરડામાં દરોડો પાડ્યો હતો. જે સ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની 58 ઇંગલિશ દારૂની બોટલો રૂ.- 38,810 મળી આવી હતી અને 1 મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 43,810નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી કાનજીભાઈ દેવદાનભાઈ બાળાને પોલીસે પકડી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.