મોરબી જિલ્લામાં ચોરીની ઘટના સતત વધી રહી છે જેને લઇ પોલીસ દ્વારા ઘટના અટકાવવા અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ શરુ કરતા મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ચોરીનો મુદામાલ વેચવા નીકળેલો એક શખ્સ મોરબીના બેઠા પુલ પાસે હોય આ બાતમી આધારે એલસીબીની ટીમ તુરંત સ્થળ પર પહોચી હતી અને શકમંદ શખ્સની પૂછ પરછ કરતા તેનું નામ અંકિત મહાદેવભાઈ વીકાણી મૂળ ટંકારા તાલુકાના રામપર અને હાલ રાજકોટ ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.- 1 લાખ રોકડા અને 25 હજારની કીંમતના દસ ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. જે આધાર પુરાવા માંગતા આ મુદામાલ ચોરીનો હોવાનું કબુલ કર્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન, વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.