મોરબી સહીત રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવવાનું છે અને તેના માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષ દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે જોકે આ ચૂંટણીની સાથે સાથે ટીકીટ ન મળવાથી પક્ષમાં નારાજગીના દ્રશ્ય પણ સામે આવ્યા છે અને અન્ય પક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં પણ ભાજપના પૂર્વ નગર સેવક સહિતના કાર્યકરોને ટીકીટ ન મળતા આમ આદમી પાર્ટી માંથી ફોર્મ ભરવામાં આવ્યા છે આં ફોર્મ ભરનારમાં જયશ્રી બેન જયસુખભાઈ સેજપાલ,ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા અને મયુરભાઈ રમેશભાઈ જાદવ એમ ત્રણ લોકો વિરુદ્ધ ભાજપ દ્વારા શિસ્ત ભંગના પગલા લેવામાં આવ્યા છે અને તમામને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે