આ વર્ષે યોજાયેલા મહા કુંભમાં એક પછીએ એક દુર્ઘટનાઓ સતત વધી રહી છે ટેન્ટમાં આગ ની ઘટના, નાસભાગની ઘટના ઘટી હતી અને હજુ પણ આગનીં ઘટના અટકવાનું નામ લઇ રહી નથી મહા કુંભ મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે શ્રી રામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના કેમ્પના પંડાલોમાં શનિવારે સાંજે 6 વાગ્યે આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેળામાં ભારે ભીડ હોવાથી, ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થયા હોવાનું સામે આવ્યું હતું .સદનસીબે આ ઘટનામાં હજુ જાનહાનીના અહેવાલ નથી