મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની આવન જાવન સતત વધી છે ખાસ કરીને ટંકારા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિયાળા દરમિયાન વાંકાનેર ફોરેસ્ટ વિસ્તારમાંથી શિકારની શોધમાં દીપડા આવી ચડતા હોય છે અને આ કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે ગયા સપ્તાહે ચકમપર હજુ એક દીપડો વન વિભાગે પકડ્યો ત્યાં બીજા દિવસે ફરી એકવાર દીપડો દેખાયા હોવાનો ગ્રામ જનોએ દાવો કર્યો હતો હવે આ જીવાપર અને ઝીકીયારી ગામની આસપાસ પણ દીપડાએ દેખાડા દીધા હોવાનો ગ્રામ પંચાયતો દ્વારા દાવા કરવામાં આવ્યા છે અને આ મુદ્દે બન્ને ગામના સરપંચ દ્વારા વન વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે અને પાંજરું મૂકી તેમને પકડવા રજૂઆત કરી છે.